/connect-gujarat/media/media_files/2024/11/22/W2pX9d6g8Z9a6wlz9gNI.jpg)
ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ, જો X, TikTok, Facebook અને Instagram જેવા પ્લેટફોર્મ બાળકોને એકાઉન્ટ રાખવાથી રોકવામાં નિષ્ફળ જાય છે, તો તેમને $32.5 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે.
કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે ઓસ્ટ્રેલિયન સંસદમાં વિશ્વનું પ્રથમ આ પ્રકારનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ અનુસાર સુરક્ષા નક્કી કરવાની જવાબદારી માતા-પિતા કે બાળકોની જગ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેશે. "સોશિયલ મીડિયા ઘણા યુવા ઓસ્ટ્રેલિયનો માટે હાનિકારક હોઈ શકે છે," તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, 14 થી 17 વર્ષની વયના લગભગ 66% ઓસ્ટ્રેલિયનોએ ખૂબ જ હાનિકારક સામગ્રી ઓનલાઈન જોઈ છે, જેમાં ડ્રગનો ઉપયોગ, આત્મહત્યા અથવા સ્વ-નુકસાનનો સમાવેશ થાય છે.આ બિલને લેબર પાર્ટી અને વિપક્ષી લિબરલ પાર્ટીનું સમર્થન છે. માતા-પિતાની સંમતિ અથવા પહેલાથી અસ્તિત્વમાં રહેલા એકાઉન્ટ્સ માટે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. એકવાર કાયદો ઘડવામાં આવ્યા પછી, પ્રતિબંધનો અમલ કેવી રીતે કરવો તે અંગે કામ કરવા માટે પ્લેટફોર્મ પાસે એક વર્ષનો સમય હશે.
/connect-gujarat/media/media_files/2025/07/11/screenshot_2025-07-11-17-57-14-35_439a3fec0400f8974d35eed09a31f914-2025-07-11-20-34-22.jpg)