બાંગ્લાદેશ: ઢાકામાં સાત માળની ઇમારતમાં ભયંકર આગ, 44 લોકો થયા ભડથુ

New Update
બાંગ્લાદેશ: ઢાકામાં સાત માળની ઇમારતમાં ભયંકર આગ, 44 લોકો થયા ભડથુ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે (29 ફેબ્રુઆરી) મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બેઈલી રોડ પર સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં 44 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ ઓલવવામાં 13 ફાયર બ્રિગેડને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો.ગ્રીન કોઝી કોટેજ નામની ઈમારતમાંથી 75 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 42 બેભાન હતા. તમામને ઢાકા મેડિકલ કોલેજ અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 44 લોકોના મોત થયા હતા.

બાંગ્લાદેશના આરોગ્ય મંત્રીએ કહ્યું કે આજે ગુરુવારે રાત્રે લગભગ 9:50 વાગ્યે, આગ પહેલા માળે રેસ્ટોરન્ટમાં લાગી હતી અને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ હતી. જ્યાં બીજી ઘણી રેસ્ટોરન્ટની સાથે કપડાની દુકાન પણ હતી. અહેવાલો અનુસાર, આગ મોડી રાતે 12.30 વાગ્યે કાબૂમાં આવી હતી.

Latest Stories