BBC સર્વેઃ પાકિસ્તાની પત્રકારે અમેરિકામાં BBC IT સર્વેનો મામલો ઉઠાવ્યો, મળ્યો નિરાશાજનક જવાબ

જ્યારે પાકિસ્તાનના એક પત્રકારે યુએસ સરકારની સામે બીબીસી ઓફિસમાં આવકવેરા સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો

New Update
BBC સર્વેઃ પાકિસ્તાની પત્રકારે અમેરિકામાં BBC IT સર્વેનો મામલો ઉઠાવ્યો, મળ્યો નિરાશાજનક જવાબ

જ્યારે પાકિસ્તાનના એક પત્રકારે યુએસ સરકારની સામે બીબીસી ઓફિસમાં આવકવેરા સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે યુએસ સરકારે આ પ્રશ્નને ટાળી દીધો અને આ મુદ્દે સીધું કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો. સમાચાર અનુસાર, વોશિંગ્ટનમાં પાકિસ્તાનની મીડિયા સંસ્થા ARYના રિપોર્ટર જહાંઝેબ અલીએ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત ઉપાડી હતી. પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે શું અમેરિકી સરકાર આ મુદ્દે ચિંતિત છે કે તેના પર કોઈ પ્રતિક્રિયા આપવા માંગે છે?

તેના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમે દિલ્હીમાં બીબીસીની ઓફિસમાં ભારતીય કર સત્તાવાળાઓના સર્ચ ઓપરેશનથી વાકેફ છીએ, પરંતુ તેમણે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાની પત્રકારે કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીના વિવાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેના પર નેડ પ્રાઈસે કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ છે. બંને દેશો વચ્ચે મજબૂત રાજકીય, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધો છે. બંને દેશો લોકતાંત્રિક મૂલ્યો પણ વહેંચે છે.