/connect-gujarat/media/media_files/VryBx06qySqviTFQgrcj.png)
નેપાળના કાઠમંડુ થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટના બનતાં જ વિમાન જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઇ ગયું હતું.
મળતી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. પ્લેનમાં કુલ 19 લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે.
જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. વિમાન જેવું જ ક્રેશ થતાં આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા નજરે ચડ્યા હતા.