બ્રિટિશ સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ, પોતાને ગણાવ્યો ભાજપ સમર્થક..!

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અદ્ભુત કામ કર્યું છે.

New Update
બ્રિટિશ સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ, પોતાને ગણાવ્યો ભાજપ સમર્થક..!

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અદ્ભુત કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. બ્રિટિશ સાંસદે ભારતીય જનતા પાર્ટીને તેમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીનો કુદરતી સાથી ગણાવ્યો હતો.

બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે દેશની અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે અદ્ભુત કામ કર્યું છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. ભારત વિશ્વનો સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે અને તે વિશ્વની સૌથી મોટી લોકશાહી પણ છે. તેમણે કહ્યું કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના અર્થતંત્રને આર્થિક પાવરહાઉસ બનાવ્યું હતું અને હવે તેઓ વડાપ્રધાન તરીકે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે.

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં બોબ બ્લેકમેને ભારતીય જનતા પાર્ટીને તેમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીનો કુદરતી સાથી ગણાવ્યો હતો અને બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોની હિમાયત કરી હતી. બ્લેકમેને કહ્યું કે જ્યાં સુધી મને લાગે છે કે હું લાંબા સમયથી ભાજપનો સમર્થક છું. મને લાગે છે કે ભાજપ અને બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટી સાથી છે. જેમ બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી છે, તેવી જ રીતે ભારતમાં ભાજપ છે.

Latest Stories