બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. આ અકસ્માત મિનાસ ગેરાઈસના ટીઓફિલો ઓટોની શહેર પાસે થયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ પણ થયા છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ સાઓ પાઉલોથી રવાના થઈ હતી અને તેમાં 45 મુસાફરો હતા.
આ અકસ્માતમાં એક કાર પણ બસ સાથે અથડાઈ હતી, પરંતુ તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો સલામત રીતે બચી ગયા હતા.આસપાસના લોકોએ જણાવ્યું કે બસનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ટ્રક સાથે અથડાઈ. જ્યારે, કેટલાક લોકોએ કહ્યું કે એક મોટો પથ્થર (ગ્રેનાઈટ બ્લોક) બસ સાથે અથડાયો છે. અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.પ્રશાસને કહ્યું કે આ દુર્ઘટના ક્રિસમસ પહેલા થઈ છે, જે ખૂબ જ દુઃખદ છે. અમે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.