ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો કરાર ! પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરાશે

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે. ન્યૂઝ એજન્સી એપીએ આ ડીલમાં સામેલ બે અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે. આ લોકોની ઓળખ જાહેર

New Update
Screenshot_2025-01-15-09-13-20-61_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે. ન્યૂઝ એજન્સી એપીએ આ ડીલમાં સામેલ બે અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે. જોકે, આ લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ કરાર પર વાટાઘાટો કરવામાં આવી હતી.ઇઝરાયલના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ડીલના પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે.
આ 33 બંધકોમાંથી 5 ઈઝરાયલની મહિલા સૈનિકો હશે. આ 5 મહિલા સૈનિકોના બદલામાં ઈઝરાયલ 250 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.હમાસ પાસે 94 ઈઝરાયલી બંધકો છે, જેમાંથી લગભગ 34 મૃત્યુ પામ્યા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે 251 ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા. બાકીના બંધકોને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા.ડીલ માટેની છેલ્લી મંત્રણા આજે એટલે કે મંગળવારે (14 જાન્યુઆરી) થઈ હતી. આ સમજૂતી પર હસ્તાક્ષર થતાં જ તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. 33 બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા પર પણ વાતચીત કરવામાં આવશે.
Advertisment
Latest Stories