થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે થશે યુદ્ધવિરામ, નવી અપડેટ જાણી લો

વિશ્વમાં અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. એશિયામાં પણ કેટલાક દિવસથી યુદ્ધનો માહોલ જોવા મળ્યો હતો તેમાં હવે રાહતના સમાચાર આવ્યાં છે.

New Update
thailand cambodia

વિશ્વમાં અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. એશિયામાં પણ કેટલાક દિવસથી યુદ્ધનો માહોલ જોવા મળ્યો હતો તેમાં હવે રાહતના સમાચાર આવ્યાં છે.

મલેશિયાના વિદેશ પ્રધાન મોહમ્મદ હસને દાવો કર્યો છે કે, થાઇલેન્ડ અને કંબોડિયાએ આ સમસ્યાના ઉકેલ માટે મલેશિયાએ કરેલી મધ્યસ્થીને સ્વીકારી છે અને યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયાં છે. પરંતુ આ યુદ્ધ વિરામને થાઈલેન્ડ અને કંબોડિયાએ સહમતી આપી હશે? કારણે કે, બંને દેશોએ ફરીથી એકબીજા પર તોપોથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, મેલિશિયા વિદેશ પ્રધાન હસને એવા દાવો કર્યો છે કે, બંને દેશોના વડા પ્રધાને યુદ્ધ વિરામ માટે સહમત થયાં છે.

એટલું જ નહીં પરંતુ કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટ અને થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ સોમવારે મલેશિયા જવાના છે અને યુદ્ધ વિરામ માટે વાતચીત કરવાના છે. જો કે, થાઈલેન્ડ અને કંબોડિયા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ યુદ્ધને શાંત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કંબોડિયા અને થાઈલેન્ડના વડા પ્રધાન સાથે વાત કરીને આગ્રહ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ મલેશિયાન વડાપ્રધાન અનવર બિન ઇબ્રાહિમે પણ થાઈલેન્ડ અને કંબોડિયાન વચ્ચે યુદ્ધ વિરામ કરવા અંગે વાત કરી હતી.

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 30થી પણ વધારે લોકોનું મોત થયું છે. આ યુદ્ધ શરૂ થતા સરહદી વિસ્તારોમાંથી 2 લાખથી વધારે લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, જે ક્યારે બંધ થશે તે અંગે કોઈ કહી શકાય નહીં!.

મલેશિયાના વિદેશ પ્રધાન મોહમ્મદ હસને કહ્યું કે, ‘બંને દેશોએ મલેશિયામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા કહ્યું છે. મેં થાઇલેન્ડ અને કંબોડિયાના વિદેશ પ્રધાનો સાથે વાત કરી છે અને તેમણે પણ શાંતિ વિશે વાત કરી છે અને કહ્યું છે કે આ મામલામાં અન્ય કોઈ દેશ સામેલ ન થવો જોઈએ’. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ આમાં હસ્તક્ષેપ કર્યો છે.

 ceasefire | Thailand and Cambodia | latest update | War 

Latest Stories