Connect Gujarat
દુનિયા

યુરોપના ડેનમાર્કમાં 10 દિવસ સુધી નવરાત્રી પર્વની ઉજવણી, વિદેશી ધરતી પર માતાજીની આરાધના

યુરોપના ડેનમાર્કમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે 10 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ધરતી પર ખેલૈયાઓએ ગરબે ઘુમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી

X

યુરોપના ડેનમાર્કમાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે 10 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી ધરતી પર ખેલૈયાઓએ ગરબે ઘુમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી.

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત...આ કહેવત યુરોપમાં સાચા અર્થમાં સાબિત થઈ છે. વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીની ગુજરાતભરમાં અદમ્ય ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિદેશી સાર જમીન એટલે કે યુરોપના ડેનમાર્કમાં પણ નવરાત્રીનું દશ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું.ડેનમાર્કમાં રહેતા વિપુલ નંદાણીયાએ નવરાત્રીના નવ દિવસ ઉપરાંત દશેરાના દિવસે પણ ગોવિંદા નવરાત્રી -2022 નામક ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબા રમ્યા હતા.

Next Story