/connect-gujarat/media/media_files/2025/02/03/s4RybW22EV0ijOCPVKLz.png)
ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય મૂળના અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ટંડનને તેમના આલ્બમ 'ત્રિવેણી' માટે 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ આલ્બમ' માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ચંદ્રિકાને આ સન્માન દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે હાંસલ કર્યું હતું. આ ત્રણેય સાથે મળીને આલ્બમ બનાવ્યો હતો.
અમદાવાદમાં IIM માંથી ગ્રેજ્યુએટ 71 વર્ષીય ભારતીય મૂળ અમેરિકન બિઝનેસ લીડર અને સંગીતકાર ચંદ્રિકાએ 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ' કેટેગરીમાં સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.
ચંદ્રિકાએ દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે મળીને ત્રણ નદીઓના સંગમ પરથી નામ આપી આલ્બમમાં પારંપરિક વૈદિક મંત્રો રજૂ કર્યા હતાં, તેમણે ત્રણ અલગ અલગ શૈલી ‘સંગીત એ પ્રેમ છે’, ‘સંગીત આપણી અંદર પ્રકાશ ફેલાવે છે’, ‘સંગીત આપણા અંધકારમય દિવસોમાં જીવનમાં આનંદ અને સ્મિત રેલાવે છે.’ પર સંગીત રજૂ કર્યું હતું. જેના માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.