ભારત વિના બાંગ્લાદેશનો વિકાસ શક્ય નથી, બાંગ્લાના વિદેશમંત્રીનું નિવેદન

New Update
ભારત વિના બાંગ્લાદેશનો વિકાસ શક્ય નથી, બાંગ્લાના વિદેશમંત્રીનું નિવેદન

બાંગ્લાદેશના વિદેશ મંત્રી હસન મહમૂદે કહ્યું છે કે, "ભારત વિના તેમના દેશમાં વિકાસ શક્ય નથી. બાંગ્લાદેશ ભારત સાથે ત્રણ બાજુએ હજારો કિલોમીટરની સરહદ વહેંચે છે. આવી સ્થિતિમાં તેમની સાથે સારા સંબંધો બનાવવા અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.વાસ્તવમાં, મહમૂદ સોમવારે બાંગ્લાદેશમાં વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલા 'ઇન્ડિયા આઉટ' અભિયાન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું, "બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનનો હેતુ દેશમાં અસ્થિરતા પેદા કરવાનો હતો. તેઓ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માગે છે."આ અભિયાનને સંપૂર્ણ ફ્લોપ ગણાવતા મહેમૂદે કહ્યું કે જો BNP ફરીથી આવું અભિયાન ચલાવશે તો તે સંપૂર્ણપણે અલગ થઈ જશે. લોકો આ એજન્ડાને ફરી ફગાવી દેશે.17 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ બાદ બૉયકોટ ઇન્ડિયા અથવા ઇન્ડિયા આઉટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની આગેવાની પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની BNP પાર્ટી કરી રહી હતી. કેટલાક કાર્યકર્તા જૂથો અને નાના રાજકીય પક્ષોએ તેની શરૂઆત કરી હતી.