Connect Gujarat
દુનિયા

કેનેડાએ ચીની રાજદ્વારીને હાંકી કાઢતાં ડ્રેગન થયો ગુસ્સે, આપી આ ચેતવણી..!

બેઇજિંગના ટીકાકાર કેનેડિયન ધારાસભ્યને ધમકી આપવાના આરોપમાં ચીનના રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી આ ઝઘડો થયો હતો.

કેનેડાએ ચીની રાજદ્વારીને હાંકી કાઢતાં ડ્રેગન થયો ગુસ્સે, આપી આ ચેતવણી..!
X

સોમવારે કેનેડા અને ચીનમાં તણાવ સર્જાયો છે. બેઇજિંગના ટીકાકાર કેનેડિયન ધારાસભ્યને ધમકી આપવાના આરોપમાં ચીનના રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી આ ઝઘડો થયો હતો. આ સમયે, ક્રોધિત ડ્રેગન કેનેડા સામે બદલો લેવાનું વચન આપે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની એમ્બેસીએ કેનેડા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

કેનેડાએ ગુપ્તચર અહેવાલ બાદ ચીનના રાજદ્વારી ઝાઓ વેઈને દેશમાંથી હાંકી કાઢ્યા છે. ચીનના રાજદ્વારી પર રાજકીય હસ્તક્ષેપ અને કેનેડાના સાંસદને નિશાન બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જો કે એક દિવસ પહેલા સુધી ચીને કોઈપણ પ્રકારની દખલગીરીનો ઈન્કાર કર્યો હતો, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેઓ જવાબી કાર્યવાહી કરવાના મૂડમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ બગડી શકે છે.

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની સરકારે ટોરોન્ટો સ્થિત ચીની રાજદ્વારી ઝાઓ વેઈને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે અમારી આંતરિક બાબતોમાં કોઈપણ પ્રકારની વિદેશી હસ્તક્ષેપ સહન કરીશું નહીં. કેનેડામાં રાજદ્વારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ આ પ્રકારનું વર્તન કરશે તો તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે.

Next Story