રશિયામાં ફરી તીવ્ર ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો, રાખ 8 કિલોમીટર ઉપર પહોંચી

રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં 30 જુલાઈએ સવારે 8.8ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે (3 ઓગસ્ટે) ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

New Update
volcano

રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ શિવલુચ જ્વાળામુખી ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે, પર્યાવરણ પર તેની અસરોનું હજુ સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં 30 જુલાઈએ સવારે 8.8ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે (3 ઓગસ્ટે) ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે કુરીલ આઈલેન્ડની ધરતી ધ્રુજી ગઈ છે. એટલું જ નહીં ભૂકંપના કારણે 600 વર્ષ બાદ જ્વાળામુખી પણ ફાટ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારો એલર્ટ મોડ પર આવી ગયા છે.

અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, રશિયાના સેવેરો-કુરીલથી લગભગ 121 કિલોમીટર પૂર્વમાં સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભારતીય સમય અનુસાર ભૂકંપ સવારે 11 કલાકે આવ્યો હતો.

ભૂકંપ બાદ કામચટકા દ્વિપકલ્પ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી સક્રિય થઈ ગયો છે. ‘સિન્હુઆ’ સમાચાર એજન્સીએ પણ કહ્યું છે કે, ભૂકંપના કારણે કમચટકા આઈલેન્ડ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટી ગયો છે. કુરીલ દ્વિપ પર સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

ભૂકંપ નિષ્ણાંતોના મતે કોઈપણ મોટો ભૂકંપ આવ્યા બાદ કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી મોટા આંચકા અને સતત આવતા રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેની તીવ્રતા ઘટતી રહે છે. 30 જુલાઈએ આવેલા ભૂકંપ બાદ જાહેર કરાયેલી સુનાવણીની ચેતવણી હટાવી લેવાઈ છે. આ ભૂકંપ આવ્યા બાદ બે ઓગસ્ટે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.0 આંકવામાં આવી હતી.

કમચટકા વોલ્કેનિક ઈરપ્શન રિસ્પોન્સ ટીમના જણાવ્યા મુજબ, 1856 મીટર ઊંચે આવેલા જ્વાળામુખીની રાખ લગભગ 6000 મીટર ઊંચે સુધી ઉડતી દેખાઈ છે. ટીમના પ્રમુખ ઓલ્ગા ગિરિનાએ કહ્યું કે, 600 વર્ષમાં પહેલીવાર આવો વિસ્ફોટ સંભળાયો છે.

જ્વાળામુખીના ઢોળાવ પર લાવા તિરાડો પડી રહી છે. ઉત્તર દિશામાં ખાડામાંથી રાખના વાદળો સતત બહાર આવી રહ્યા છે અને સાથે જ મજબૂત વરાળ અને ગેસનું ઉત્સર્જન પણ થઈ રહ્યું છે. આ જ્વાળામુખીનું નામ તેના શોધક સ્ટેપન ક્રેશેનિનિકોવના નામ પરથી રાખવામાં આવ્યું છે.

રશિયન ઈમરજન્સી મંત્રાલયે ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરી નથી. જો કે, યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ ચેતવણી આપી હતી કે આ ભૂકંપના કારણે ભૂકંપના કેન્દ્રના 300 કિલોમીટરની અંદર રશિયાના દરિયાકાંઠે ખતરનાક સુનામી મોજાઓ આવી શકે છે. ભૂકંપના કારણે વિસ્તારના રહીશો ઘરની બહાર આવી ગયા હતા. અહેવાલો અનુસાર, ભૂકંપના કારણે ફર્નિચર પડી ગયું અને વાસણો તૂટી ગયા.

Russia News | Russia Earthquake | volcano 

Latest Stories