/connect-gujarat/media/post_banners/4bcba657989964151072e0410b7e1f36a10f3c94db16506e2e6a099d3528bd1b.webp)
દેશમાં એક બાદ એક શહેરોમાં ભૂપંકના આંચકાઓ અનુભવતા હોય છે, દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. ત્યારે આજે આસામના ગુવાહાટીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 અનુભવાય હતી. NCS અનુસાર ગુરુવારે સવારે 5:42 વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 26.63 અક્ષાંશ અને 92.08 રેખાંશ પર માનવામાં આવતું હતું. અને આ આંચકાઓ 5 કિમીની ઊંડાઈએ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી દેશના ઘણા બધા ભાગોમાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહયા છે. હાલ આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકશાન થવાની ભીતિ નથી. આથી લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.