/connect-gujarat/media/media_files/2025/03/02/hUY6dWJD1PEz7uDJBTgc.jpg)
ઈલોન મસ્ક 14મા બાળકના પિતા બન્યા છે. તેમની કંપની ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ આ બાળકની માતા છે. બાળકનું નામ સેલ્ડન લાઇકર્ગસ છે.શિવોન ઝિલિસ શુક્રવારેના રોજ બાળકના જન્મની જાણકારી X પર આપી હતી. તેણે લખ્યું છે કે ઇલોન સાથે વાત કર્યા પછી અમને લાગ્યું કે અમારા અદ્ભુત અને અવિશ્વસનીય પુત્ર વિશે માહિતી શેર કરવી વધુ સારું રહેશે,
જોકે તેમણે તેમના પુત્રનો જન્મ ક્યારે થયો એ જણાવ્યું નહોતું.શિવોન અને મસ્કને પહેલાંથી જ 3 બાળક છે. આમાં બે જોડિયા છોકરાઓ- સ્ટ્રાઇડર અને એઝ્યોર અને એક પુત્રી આર્કેડિયા છે. નવેમ્બર 2021માં મસ્ક અને ગિલિસે જાહેર કર્યું કે તેમણે જોડિયા બાળકો, સ્ટ્રાઇડર અને એઝ્યોરને જન્મ આપ્યો છે. જ્યારે ગયા વર્ષે પુત્રી આર્કેડિયાનો જન્મ થયો હતો.