Connect Gujarat
દુનિયા

એલોન મસ્કે લોન્ચ કર્યું 'બર્ન હેર' પરફ્યુમ, કિંમત જાણીને આશ્ચર્ય થશે, મિનિટોમાં વેચાઈ 10 હજાર બોટલ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે હવે નવા બિઝનેસ વેન્ચરની જાહેરાત કરી છે.

એલોન મસ્કે લોન્ચ કર્યું બર્ન હેર પરફ્યુમ, કિંમત જાણીને આશ્ચર્ય થશે, મિનિટોમાં વેચાઈ 10 હજાર બોટલ
X

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે હવે નવા બિઝનેસ વેન્ચરની જાહેરાત કરી છે. આ અંતર્ગત તેણે 'બર્ન હેર' નામનું પરફ્યુમ લોન્ચ કર્યું છે. મસ્કે તેના ટ્વિટર બાયોને "પરફ્યુમ સેલ્સમેન" તરીકે અપડેટ કર્યું છે. તેમણે બળેલા વાળની સુગંધને "પૃથ્વી પરની શ્રેષ્ઠ સુગંધ" ગણાવી. મસ્કે દાવો કર્યો છે કે કંપનીએ લોન્ચ થયાની 10 મિનિટની અંદર તેની 10,000 શીશીઓ વેચી દીધી છે.

'બર્ન્ટ હેર' પરફ્યુમ ધ બોરિંગ કંપનીની વેબસાઈટ દ્વારા વેચાઈ રહ્યું છે. આ પરફ્યુમની કિંમત 100 યુએસ ડોલર છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 8400 રૂપિયા છે. એલોન મસ્કએ ખુલાસો કર્યો હતો કે ક્રિપ્ટોકરન્સી દ્વારા ચૂકવણી કરીને બર્ન હેર પરફ્યુમ પણ ખરીદી શકાય છે. આ માટે શિપિંગ ચાર્જ 3,000 રૂપિયા હશે.

'બર્ન હેર' પરફ્યુમની નાની બોટલ લાલ રંગની બોટલ છે અને તેનું નામ ચાંદીના અક્ષરોમાં લખેલું છે. ધ બોરિંગ કંપનીની વેબસાઈટ અનુસાર, 'બર્ન હેર' પરફ્યુમની સુગંધ વિશ્વની શ્રેષ્ઠ સુગંધ છે. તે વિરોધી ઈચ્છાઓનું અત્તર છે. આ એક એવું પરફ્યુમ છે, જે તમને ભીડમાંથી અલગ બનાવે છે, જ્યારે તમે એરપોર્ટ પરથી પસાર થશો ત્યારે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચશે.

Next Story