/connect-gujarat/media/media_files/2025/08/09/fire-2025-08-09-14-10-33.jpg)
લોસ એન્જલસના ઉત્તરીય પર્વતોમાં કેન્યોન ફાયર તરીકે ઓળખાતી ઝડપથી ફેલાતી આગ ફાટી નીકળી છે જેના કારણે માત્ર ગણતરીના કલાકોમાં ચાર હજાર એકરથી વધુ જમીન બળી ગઈ છે અને મોટી સંખ્યામાં સ્થળાંતર કરાઈ રહ્યા છે.
લોસ પેડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં લેક પિરુ નજીક ગુરુવારે બપોરે શરૂ થયેલી આગ તીવ્ર ગરમી, ઓછા ભેજ અને તેજ પવનને કારણે ચિંતાજનક ગતિએ ફેલાઈ હતી અને દરેક બે સેકન્ડે ફૂટબોલના મેદાન જેટલી જગ્યા બાળી નાખી હતી.
ગુરુવાર રાત સુધીમાં આગ પર કોઈ નિયંત્રણ મેળવી નહોતુ શકાયું. લોસ એન્જલસ કાઉન્ટીમાં રહેતા લગભગ 2700 રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જ્યારે 700 જેટલા મકાનોને આદેશ અપાયા હતા અને બીજા 14 હજારથી વધુ લોકોને સ્થળાંતર માટે તૈયાર રહેવા જણાવાયું હતું.
વેન્ચુરા કાઉન્ટીમાં લેક પિરુ મનોરંજન એરિયા સહિત પાંચ ઝોનમાં સ્થળાંતરના આદેશ અપાયા હતા, જો કે અનેક પ્રભાવિત વિસ્તારોમાં વસતી ખૂબ જ ઓછી હતી.
250 થી વધુ અગ્નિશમન કર્મીઓ હેલિકોપ્ટરો અને ટેન્કરોની મદદથી આ કઠિન વિસ્તારમાં આગ સામે ઝઝૂમી રહ્યા છે.
આ જોખમી પરિસ્થિતિ સાથે રેકોર્ડ તોડ ગરમી છે. ૨૦થી ૩૦ માઈલ પ્રતિ કલાકે ફૂંકાતા પવનને કારણે આગ બૂઝાવવાના પ્રયાસ જટિલ બની રહ્યા છે.
આ કેન્યોન ફાયર અગાઉ પશ્ચિમ વિસ્તારમાં અનેક મોટી આગ લાગી છુકી છે. કેલિફોર્નિયાની ગિફોર્ડ આગ (૯૯ હજાર એકરમાં), એરિઝોનાની ડ્રેગન બ્રેવો આગ અને ઉટાહની મોનરો કેન્યોન આગ તેમાં મુખ્ય હતી. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તન, ઈંધણને કારણે થતું પ્રદુષણ અને વધતા સુકા ઘાસને કારણે વારંવાર તીવ્ર અને ઝડપથી ફેલાતી આગની ઘટનાઓ બની રહી છે.
Southern California valley | America | Fire