કેનેડામાં રોજગારી માટે ભારતીય વિદ્યાર્થીઓને વલખા,વેઈટરની નોકરી માટે લાગી લાંબી કતાર

કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટરની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે.

Job In Canada
New Update

દેશભર માંથી ઉચ્ચ શિક્ષણ અને કમાણી માટેની પહેલી પસંદ અમેરિકા અને કેનેડા છે,માતા-પિતા દેવું કરીને પણ તેમના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલે છે.આવા સમયે અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છેજેમાં કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટરની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે.કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેનેડાની એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને નોકરની નોકરી માટે લાંબી લાઈન લાગી છે. બે દિવસમાં 3000 થી વધારે લોકોએ અરજી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડાના બ્રૈમ્પટનમાં આવેલ રેસ્ટોરન્ટ તંદુરી ફલેમમાં વેઇટર અને નોકરની નોકરી માટે ભરતી શરૂ કરી દીધી છે. રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ મેનેજર ઇન્દીપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે અમને લાગે છે કે બે દિવસમાં 3000 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. કારણકે પહેલા દિવસે પણ ખૂબ જ ભીડ અને લાંબી લાઇન હતી. ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં મોટા ભાગે ભારતીયો હતા.

#Connect Gujarat #Canada #Canada Government #Indians in Canada #Job in Canada
Here are a few more articles:
Read the Next Article