પાકિસ્તાનમાં પ્રથમ વાર પૂર્વ ISIS ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની અટકાયત, હાઉસિંગ કૌભાંડમાં તપાસ

દુનિયા | સમાચાર , પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લઈ લીધા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૈઝ હમીદની અટકાયત

New Update
Screenshot

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લઈ લીધા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૈઝ હમીદની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સેનાએ તેમનું કોર્ટ માર્શલ શરૂ કરી દીધું છે. ફૈઝ હમીદને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે.પાકિસ્તાનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ISIના ભૂતપૂર્વ વડાની અટકાયત કરવામાં આવી છે.

ટોપ સિટી હાઉસિંગ કૌભાંડ કેસમાં ફૈઝ હમીદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની તપાસ માટે અટકાયત કરવામાં આવી છે.ગયા વર્ષે 14 નવેમ્બરે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ફૈઝ હમીદ પર લાગેલા આરોપોને અવગણી શકાય નહીં. આ આરોપ ઘણો ગંભીર છે. કોર્ટે કહ્યું હતું કે જો ફૈઝ દોષિત સાબિત થશે તો તેનાથી દેશની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન થશે.

Latest Stories