ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઇઝરાયલના હુમલામાં મોત

ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઇઝરાયલના હુમલામાં મોત થયું છે. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ

israil 18
New Update

ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઇઝરાયલના હુમલામાં મોત થયું છે. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને વિદેશ મંત્રી કાત્ઝે ગુરુવારે રાત્રે સિનવારના મોતની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF)એ બુધવારે એક દિવસ પહેલા રૂટિન ઓપરેશનમાં સેન્ટ્રલ ગાઝામાં એક ઇમારત પર હુમલો કર્યો હતો.

હમાસના 3 સભ્યો માર્યા ગયાના સમાચાર હતા. પાછળથી ખબર પડી કે તેમાંથી એક યાહ્યા સિનવાર હતો. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આમાં તેનો ચહેરા, દાંત અને ઘડિયાળ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે માર્યો ગયો વ્યક્તિ યાહ્યા સિનવાર છે.વાસ્તવમાં, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનું કારણ 7 ઓક્ટોબરે થયેલો હુમલો હતો, જેમાં 1200 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. ત્યારથી બંને વચ્ચે યુદ્ધ ચાલુ છે.

#Israel #mastermind #kills Hamas chief
Here are a few more articles:
Read the Next Article