આફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ભારે ફાયરિંગ, 8 તાલિબાનીના મોત,16 ઘાયલ

દુનિયા | Featured | સમાચાર , તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈરાત્રે ભારે ફાયરિંગ થયું હતું. ઓછામાં ઓછા 8 તાલિબાની માર્યા ગયા

sol
New Update

તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈરાત્રે ભારે ફાયરિંગ થયું હતું. પાકિસ્તાની વેબસાઈટ જિયો ન્યૂઝ અનુસાર, આમાં ઓછામાં ઓછા 8 તાલિબાની માર્યા ગયા છે.

આ દરમિયાન 16 ઘાયલ થયા છે.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખોસ્ત પ્રાંતમાં સરહદ પર રાત્રે 9 વાગ્યે બંને તરફથી ફાયરિંગ થયું હતું, જે ચાર કલાક સુધી ચાલ્યું હતું.સીમા સુરક્ષા દળ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં બે વરિષ્ઠ અફઘાન તાલિબાન કમાન્ડર ખલીલ અને જાન મુહમ્મદ પણ સામેલ છે.
અથડામણમાં કેટલા પાકિસ્તાની જવાનો માર્યા ગયા તેની કોઈ માહિતી નથી.આ પહેલા પણ 4 સપ્ટેમ્બરની રાત્રે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ફાયરિંગ થયું હતું. ખરેખરમાં તાલિબાન સરકાર પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારોમાં નવી ચોકીઓ બનાવી રહી છે. આ જ કારણ છે કે દરરોજ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ રહી છે.
#Pakistan #kill #Firing #Afghanistan #Taliban #Heavy
Here are a few more articles:
Read the Next Article