મ્યાનમારમાં સેનામાં ભરતી ન થનાર યુવાનો થઈ રહ્યા છે જેલ ભેગા

મ્યાનમારમાં સેનામાં ભરતી ન થનાર યુવાનો થઈ રહ્યા છે જેલ ભેગા
New Update

મ્યાનમારમાં લશ્કરી બળવા બાદ સૈન્ય શાસનને ત્રણ વર્ષથી વધુ સમયગાળો થયા બાદ કેટલાક સવાલ થઇ રહ્યા છે. સમય વીતવાની સાથે જ લોકશાહીનું સમર્થન કરનાર લોકોને હેરાન કરવાનો સિલસિલો વધુ તીવ્ર બની રહ્યો છે. અલબત્ત સેનાની ક્રૂર કાર્યવાહીની સાથે જ તેને લઇને વિરોધ પણ વધી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં બળવાખોરો સતત સેનાને પડકાર ફેંકી રહ્યા છે.

આવી સ્થિતિમાં સેનાને કાર્યવાહી તીવ્ર કરવા માટે વધુ સૈનિકોની જરૂર છે. જેથી તે યુવાનોને સેનામાં સામેલ કરવા માટે ઇચ્છુક છે.જોકે યુવાનો સેનામાં સામેલ થવા માટે તૈયાર નથી. વિરોધ રોકવા માટે સેનાએ ફેબ્રુઆરીમાં આદેશ જારી કર્યો હતો. તે મુજબ ભરતી માટે ઇન્કાર કરનાર લોકોની ધરપકડ કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે. વિરોધ કરનાર યુવાનોને પાંચ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે. માનવાધિકાર જૂથો અને પહેલાં બાનમાં રહી ચૂકેલા લોકોનું કહેવું છે કે આ વર્ષના પ્રથમ બે મહિનામાં 20 કેદીઓના અત્યાચારના કારણે મોત થયાં છે.

#India #ConnectGujarat #Army #Myanmar #jailed
Here are a few more articles:
Read the Next Article