/connect-gujarat/media/post_banners/adb8f45f5788f17d691cd47c16e6c581abc68b96f45fa2c861eb188d6163dbc5.webp)
ભારતીય વાયુ સેનાની પ્રથમ મહિલા ફાઈટર પાયલટ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી વધુ એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે. અવની ચતુર્વેદી જાપાનમાં યોજાનારા યુદ્ધાભ્યાસમાં સામેલ થવા જઈ રહી છે. તેની સાથે તે ભારતની એવી પ્રથમ મહિલા ફાઈટર બની ગઈ છે.સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ 30MKIની પાયલટ છે. અવની જાપાનમાં ઓમિતામા સ્થિત હયાકુરી એરબેઝ અને સયામાંમાં આવેલા ઈરુમા એરબેઝની નજીક એરસ્પેસ માં 16થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા યુદ્ધાભ્યાસ વીર ગાર્ડિયન 2023 માટે ભારતીય વાયુ સેના દળ માં સામેલ છે. અવની ની કોર્સ મેટ અને દેશની પ્રથમ ત્રણ મહિલા ફાઈટર પાયલટ માંથી એક સ્ક્વાડ્રન લડી ભાવના કાંતે વાત કરતા સુખોઈ ના વખાણ કર્યા હતા.તેમણે કહ્યું કે, Su-30MKI ભારતીય વાયુ સેનાના સ્વદેશી હથિયાર સિસ્ટમથી લૈસ સારામાં સારા ઘાતક પ્લેટફોર્મ માંથી એક છે. ભાવના કાંતે કહ્યું કે, Su-30MKI એક બહુમુખી મલ્ટીરોલ લડાકૂ વિમાન છે, જે હવામાંથી જમીનમાં અને હવામાંથી હવામાં એક સાથે બંને રીતે મિશનને પાર પાડી શકે છે. તેમણે કહ્યું કે, આ વિમાનની ખાસિયત એ છે કે, તીવ્ર અને ઓછા, બંને રીતની ગતિ સાથે તે હુમલો કરી શકે છે.