Connect Gujarat
દુનિયા

ભારતીય મૂળના એન્જિનિયર નિષાદે ક્રિપ્ટો એક્સચેન્જ ફ્રોડની કબૂલાત કરી, જાણો શું છે મામલો.!

ભારતીય મૂળના એન્જિનિયર નિષાદ સિંહએ ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મ સાથે છેતરપિંડી કરવા બદલ દોષીત સાબિત થયો છે.

ભારતીય મૂળના એન્જિનિયર નિષાદે ક્રિપ્ટો એક્સચેન્જ ફ્રોડની કબૂલાત કરી, જાણો શું છે મામલો.!
X

ભારતીય મૂળના એન્જિનિયર નિષાદ સિંહએ ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મ સાથે છેતરપિંડી કરવા બદલ દોષીત સાબિત થયો છે. નિષાદ સિંહને FTX ટ્રેડિંગ લિમિટેડમાં ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નિષાદ સિંહ પર આરોપ છે કે તેણે મલ્ટિલેયર સ્કીમ દ્વારા કંપનીમાં ઈક્વિટી રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી. નિષાદ સિંહ સેમ્યુઅલ બેકમેન-ફ્રાઈડ અને ગેરી વેંગ સાથે એફટીએક્સ, ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મના સ્થાપક છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ફેડરલ સત્તાવાળાઓએ બેંકમેન-ફ્રાઈડ સામે સ્કીમની મદદથી રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ આરોપો દાખલ કર્યા હતા. હવે નિષાદ સિંહે પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની ફરિયાદ મુજબ, નિષાદ સિંહે સોફ્ટવેર કોડ બનાવ્યો જે એફટીએક્સને ક્રિપ્ટો હેજ ફંડ અલામેડા રિસર્ચમાં ક્લાયન્ટ ફંડ ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવે છે. ક્રિપ્ટો હેજ ફંડની માલિકી બેકમેન-ફ્રાઈડની છે. બેકમેન ફ્રાઈડે રોકાણકારોને ખોટું વચન આપ્યું હતું કે FTX એક સુરક્ષિત ક્રિપ્ટો એસેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. આરોપ છે કે નિષાદ સિંહ જાણતા હતા કે બેકમેન ફ્રાઈડનું આ વચન ખોટું છે. આરોપ છે કે નિષાદ સિંહે રોકાણકારોને છેતરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નિષાદ સિંહ પર એવો પણ આરોપ છે કે તેણે તેના અંગત ઉપયોગ માટે FTX પાસેથી લગભગ $6 મિલિયનની રકમ ઉપાડી લીધી હતી. આ રકમથી નિષાદે એક આલીશાન બંગલો અને વિવિધ ચેરિટીને દાન આપ્યું હતું.

Next Story