/connect-gujarat/media/post_banners/d6d050a3799923c812ea5bb99d80e6be3f7211c0e52eb36ec848c0144f20b077.webp)
ભારતના દુશ્મનોની વિદેશમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ભારતના વધુ એક દુશ્મનને મારી નાખ્યો છે. માહિતી મુજબ લશ્કર-એ-જબ્બરના સંસ્થાપક દાઉદ મલિકની વઝિરિસ્તાનમાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરની ખૂબ નજીક હતો. પાકિસ્તાની અખબાર અહેવાલમાં મલિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર ઉત્તર વઝીરિસ્તાનના મિરાલીમાં મલિકની હત્યા કરવામાં આવી છે. આતંકવાદનો ઉપયોગ નીતિ અને ભારત વિરોધી સાધન તરીકે કરતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. દાઉદ મલિક જેવા આતંકવાદીની અજાણ્યા હત્યાની ઘટનાએ પાકિસ્તાનની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. બીજી તરફ મલિકની હત્યા કરનારાઓ ગુનો કર્યા બાદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળેથી અન્ય એક અજાણ્યા વ્યક્તિની વિકૃત લાશ પણ મળી આવી છે.