અમેરિકાના કેલિફૉર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન અંધાધૂન ફાયરિંગ, 10 લોકોના મોત

New Update
અમેરિકાના કેલિફૉર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન અંધાધૂન ફાયરિંગ, 10 લોકોના મોત

અમેરિકાના કેલિફૉર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન અંધાધૂન ફાયરિંગ થયુ છે. ખરેખરમાં, લૉસ એન્જેલસમાં કાર્યક્રમ સ્થળ પર ચીની ચંદ્ર નવા વર્ષ પર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, આ દરમિયાન ફાયરિંગની થયુ અને જેમાં કેટલાય લોકોને ગોળીઓ વાગી છે. ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.

જાણકારી અનુસાર, ઘટના કેલિફૉર્નિયાના મૉન્ટેરી પાર્કમાં ઘટી, શવિવારે રાત્રે ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો. તમામ ઘાયલોને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

કહેવાઇ રહ્યું છે કે, ફાયરિંગ મોન્ટેરી પાર્કમાં આયોજિત ચીની ન્યૂ ઇયર સમારોહની જગ્યાની આસપાસ રાત્રે 10 વાગે થયુ. આ પહેલા શનિવારના દિવસે ન્યૂ ઇયર સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા.

મૉન્ટેરી પાર્ક લૉસ એન્જેલસ કાઉન્ટીનું એક શહેર છે, જે લૉસ એન્જેલસના ડાઉનટાઉનથી લગભગ 7 માઇલ (11 કિમી) ની દુરી પર છે.

Latest Stories