ઈન્ડોનેશિયા : ફૂટબોલ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં હિંસા ફાટી નીકળી, 129 લોકોના મોત...

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 129 લોકોના મોત થયા છે, જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

New Update
ઈન્ડોનેશિયા : ફૂટબોલ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં હિંસા ફાટી નીકળી, 129 લોકોના મોત...

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 129 લોકોના મોત થયા છે, જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

આ હિંસક ઘટનામાં પૂર્વ જાવા પોલીસના વડા નિકો એફિન્ટાના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન નારાજ પ્રશંસકો ફૂટબોલ ગેમના મેદાનમાં ઘુસી ગયા હતા, અને મારપીટ કરવા લાગ્યા હતા, જ્યાં સર્વત્ર અરાજકતા ફેલાય હતી. સમગ્ર ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોમાં 2 પોલીસકર્મીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પર્સબાયા સુરાબાયા અને અરેમા એફસી વચ્ચેની મેચ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા સ્થિત સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકે, ફૂટબોલ સ્ટેડિયમમાં થયેલી હિંસા અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી, ત્યારે માહિતી મળતાં જ પોલીસ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય સશસ્ત્ર દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Latest Stories