અમેરિકાના હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયલ પર ફેકી 30 બેલિસ્ટિક મિસાઈલ

અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક પર ભીષણ હુમલો કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયેલ પર 30થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાને તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમને વધુ એકવાર નિશાન બનાવ્યા છે.

New Update
irann

અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક પર ભીષણ હુમલો કર્યા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને, ઈઝરાયેલ પર 30થી વધુ મિસાઈલો છોડી છે. ઈરાને તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમને વધુ એકવાર નિશાન બનાવ્યા છે.

ઈઝરાયલી સેનાએ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી નાખી છે અને લોકોને બંકરોમાં જવા માટે કહ્યું છે. ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે, ઈરાન દ્વારા છોડવામાં આવેલ બધી મિસાઈલને રોકી શકાઈ નથી. છોડાયેલી તમામ મિસાઈલો નષ્ટ કરી શકાઈ નથી.

છેલ્લા બે દિવસથી જે ડર હતો તે શનિવારની રાત્રે સાચો પડ્યો છે. અમરિકાએ તેના વિશેષ વિમાન દ્વારા ઈરાનના પરમાણુ મથકો ધરાવતા 3 શહેરને નિશાન બનાવ્યા છે. આ ઘટનાને પગલે, ઈરાને પણ ઈઝરાયેલ ઉપર મારો બોલાવ્યો છે. ઈઝરાયલી સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈરાનથી ઈઝરાયલ પર ઓછામાં ઓછી 30 મિસાઈલ છોડવામાં આવી છે. આઈડીએફએ ટેલિગ્રામ પર કહ્યું, “ઈઝરાયલ રાજ્ય તરફ મિસાઈલનો વધુ એક હુમલો કરવામાં આવ્યો છે.

આઈડીએફએ પણ હુમલામાં અસરગ્રસ્ત સ્થળો અને ફૂટેજ શેર ન કરવાનો આગ્રહ કર્યો. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ બેરેજ હુમલાના અવાજો તેલ અવીવ, હાઈફા અને જેરુસલેમમાં સંભળાયા છે. ઉપરાંત, ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે અને સાયરન વાગી રહ્યા છે. એટલું જ નહીં, ઈઝરાયેલના નાગરિકોને, હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવા વિનંતી છે.

અમેરિકાના હુમલા પછી આક્રમક બનેલા ઈરાન તરફથી મળેલા ખતરાને ધ્યાનમાં રાખીને, વાયુસેના ખતરાને નિષ્ક્રિય કરવા માટે જ્યાં જરૂર હોય ત્યાં મિસાઈલ કે ડ્રોનને અટકાવવા અને બદલા સ્વરૂપ વળતો હુમલો કરવા માટે કામ કરી રહી છે. ઇઝરાયલ સંરક્ષણ અધિકારીઓ કહે છે કે હવામાં હુમલો સંપૂર્ણપણે રોકી શકાતો નથી, તેથી જનતાએ હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ.

ઇઝરાયલી મીડિયાએ ઇરાનના તાજેતરના હુમલામાં લગભગ 25 મિસાઇલોનો અહેવાલ આપ્યો છે. ઇઝરાયલી સૈન્ય કહે છે કે તેણે ઈરાન તરફ ઇઝરાયલી પ્રદેશ તરફ છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી છે અને કહે છે કે તેની રક્ષણાત્મક પ્રણાલીઓ ઈરાનની મિસાઈલોને અટકાવવા માટે કામ કરી રહી છે. લોકોને બંકરો અને સુરક્ષિત વિસ્તારોમાં જવા અને આગળની વધુ સૂચના ના મળે ત્યાં સુધી બંકરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.