શું ભારતનો સૌથી મોટો દુશ્મન દાઉદ ઈબ્રાહિમ માર્યો ગયો..? સોશિયલ મીડિયા પર દાવાઓ કરાયા...

દાઉદ ઈબ્રાહિમ એક્સ (અગાઉનું ટ્વિટર) પર ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે, દાઉદને ઝેર આપવામાં આવ્યું હતું. જે પછી તેની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી.

New Update
શું ભારતનો સૌથી મોટો દુશ્મન દાઉદ ઈબ્રાહિમ માર્યો ગયો..? સોશિયલ મીડિયા પર દાવાઓ કરાયા...

દાઉદ ઈબ્રાહિમ એક્સ (અગાઉનું ટ્વિટર) પર ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે, દાઉદને ઝેર આપવામાં આવ્યું હતું. જે પછી તેની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને પાકિસ્તાન છુપાવવા માંગે છે. જોકે, હજુ સુધી કોઈ સરકારી એજન્સી કે, મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી.

ભારતના સૌથી મોટા દુશ્મન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર અનેક દાવાઓ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનમાં છુપાયેલા દાઉદને ઝેર પીધું હોવાના દાવા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ ટ્વિટર પર ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે, દાઉદને ઝેર આપવામાં આવ્યું હતું, ત્યારપછી તેની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને પાકિસ્તાન છુપાવવા માંગે છે. જોકે, હજુ સુધી કોઈ સરકારી એજન્સી કે, મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. એક યુઝરએ દાવો કર્યો છે કે, દાઉદ માર્યો ગયો છે. યુઝરે કહ્યું કે, જો દાઉદ ઈબ્રાહિમ જીવિત છે, તો પાકિસ્તાને તેની સાબિતી આપવી જોઈએ. આખા પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ છે, સોશિયલ મીડિયા યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું કારણ કે, પાકિસ્તાનીઓને સમાચાર છુપાવવા પડે છે. આ સાથે પાકિસ્તાનના ઘણા રાજ્યોમાં સવારથી ઇન્ટરનેટ સેવા કામ કરી રહી નથી. ઘણી જગ્યાએ ઈન્ટરનેટ ધીમું થઈ ગયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાઉદના સમાચાર છુપાવવા માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે, ઈમરાન ખાનની વર્ચ્યુઅલ રેલીને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. પાડોશી દેશમાં ઈન્ટરનેટ ચાલુ ન થવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધો ચલાવતા લોકોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories