ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ અને તેની નજીકના વિસ્તાર પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. સીરિયાની સરકારી એજન્સી SANAએ આ જાણકારી આપી છે.દમાસ્કસના માજેહ વિસ્તારમાં અને કુદસયા ઉપનગરમાં બે ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો હતો. માજેહમાં પાંચ માળની ઈમારતના ભોંયરાને મિસાઈલથી ખરાબ રીતે નુકસાન થયું હતું.
ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે ઈસ્લામિક જેહાદ ઓર્ગેનાઈઝેશનના મથકોને નિશાન બનાવ્યા છે. સૈન્યના જણાવ્યા મુજબ, સંગઠન 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ સાથે મળીને હુમલામાં સામેલ હતું, જેમાં 1,200 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.લેબનોનમાં પણ ઈઝરાયેલના હવાઈ હુમલામાં 3,365 લોકોના મોત થયા છે અને 14,344 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા અઠવાડિયામાં લેબનોનમાં 300થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો.