/connect-gujarat/media/media_files/2025/03/08/WerhtNOdEITF9AKWvLjr.jpg)
ઇઝરાયલી અધિકારીઓએ પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયનો દ્વારા બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય કામદારોને બચાવ્યા. બધાને ઇઝરાયલ લાવવામાં આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, પેલેસ્ટિનિયનોએ આ ભારતીયોને મજૂરી કામ આપવાના બહાને ઇઝરાયલથી પશ્ચિમ કાંઠાના અલ-જૈયિમ ગામમાં બોલાવ્યા હતા.આ પછી તેમને બંધક બનાવવામાં આવ્યા હતા અને તેમના બધા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને પેલેસ્ટિનિયનો ગેરકાયદેસર રીતે ઇઝરાયલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇઝરાયલી અધિકારીઓએ 6 માર્ચની રાત્રે પશ્ચિમ કાંઠે એક કાર્યવાહીમાં બધા બંધકોને બચાવ્યા.ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય દૂતાવાસ ઇઝરાયલી અધિકારીઓના સંપર્કમાં છે.