ઈટાલી : "શિવ તાંડવ" ગાઈને ભારતીયોએ કર્યું PM મોદીનું ભવ્ય સ્વાગત...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી G20 બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા

New Update
ઈટાલી : "શિવ તાંડવ" ગાઈને ભારતીયોએ કર્યું PM મોદીનું ભવ્ય સ્વાગત...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી G20 બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા, ત્યારે ઈટાલીમાં ઉપસ્થિત કેટલાક ભારતીયો દ્વારા PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈટાલી પહોંચ્યા બાદ PM નરેન્દ્ર મોદીએ ત્યાના સ્થાનિક ભારતીયો સાથે પણ મુલાકાત કરી હતી, ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક ભારતીયોએ સંસ્કૃતમાં શિવ તાંડવનું ગાન કર્યું હતું. આ સિવાય ભારત માતાની જયના નારા પણ લગાવ્યા હતા. એક મહિલાએ ગુજરાતીમાં પૂછ્યું હતું કે, નરેન્દ્રભાઈ કેમ છો..?, ત્યારે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, મજામાં. મજામાં. કેમ છો.? મજામાં છો.? આ ઉપરાંત ઈટાલીમાં જોરશોરથી મોદી-મોદીના નારા પણ લાગી રહ્યાં હતા.

G20ની આ મીટિંગ વાસ્તવમાં ગત વર્ષે એટલે કે, વર્ષ 2020માં થવાની હતી. જોકે, કોરોનાના કારણે તેને ટાળવી પડી હતી. હવે તે ઈટાલીના રોમમાં જ થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન મોદી તા. 31 ઓક્ટોબર બપોર સુધી રોમમાં જ રહેશે. તે બાદ PM મોદી ગ્લાસ્ગો જવા રવાના થશે. G20ને વર્લ્ડ ઈકોનોમિક એન્જિન પણ કહેવામાં આવે છે. આ ગ્રુપની આ આઠમી બેઠક હશે. આ વખતની થીમ છે "પીપલ, પ્લેનેટ, પ્રોસ્પારિટી" જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે, PM મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્વાધીને પણ મળી શકે છે.


Latest Stories