Connect Gujarat
દુનિયા

જમ્મુ-કાશ્મીર : પુંછ નજીક બસ ખીણમાં પડતાં 12 લોકોના મોત, રાષ્ટ્રપતિ અને PMએ શોક વ્યક્ત કર્યો

જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. એક બસ ખીણમાં ખાબકતાં 12 લોકોના મોત થયા છે.

જમ્મુ-કાશ્મીર : પુંછ નજીક બસ ખીણમાં પડતાં 12 લોકોના મોત, રાષ્ટ્રપતિ અને PMએ શોક વ્યક્ત કર્યો
X

જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. એક બસ ખીણમાં ખાબકતાં 12 લોકોના મોત થયા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ઘાયલોની સંભાળ લેવા જિલ્લા હોસ્પિટલ પુંછ પહોંચ્યા. ઘાયલોની તબિયત વિશે માહિતી લેતા, તેમણે જિલ્લા વહીવટી તંત્રને વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે પરિવારના સભ્યો અને તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે પણ વાતચીત કરી હતી.

પુંછ જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં લગભગ 12 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા પૂંચ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એક બસ JK-12-1419 આજે સવારે જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લામાં અંકુશ રેખા પાસેના વેજીટા વિસ્તારમાં ખાડામાં ખાબકી હતી. દુર્ઘટના બાદ તરત જ સેના, પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ લોકોનું હોસ્પિટલમાં અથવા રસ્તામાં જ મોત થયું હતું. હાલમાં લગભગ 23 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાં 6 ગંભીર રીતે ઘાયલ લોકોને હેલિકોપ્ટરની મદદથી જીએમસી જમ્મુ લાવવામાં આવ્યા છે.

હાલ તેની અહીં સારવાર ચાલી રહી છે. પુંછ રોડ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું કે, પુંછમાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુંછ રોડ અકસ્માતની જાણ થઈ, ત્યારે તેમણે જીવ ગુમાવનારા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, પુંછમાં થયેલા અકસ્માતમાં લોકોના મોત દુઃખદ છે. મારી સંવેદના એ તમામ લોકો સાથે છે, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલોને ઝડપથી સાજા થવાની કામના કરી મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

Next Story