કર્ણાટક : કોંગ્રેસના ધારાસભ્ય યુટી ખાદેર સ્પીકર પદ માટે નોમિનેટ, બની શકે છે સૌથી યુવા સ્પીકર..!

કર્ણાટકમાં નવી સરકારના શપથ લીધા બાદ હવે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે.

કર્ણાટક : કોંગ્રેસના ધારાસભ્ય યુટી ખાદેર સ્પીકર પદ માટે નોમિનેટ, બની શકે છે સૌથી યુવા સ્પીકર..!
New Update

કર્ણાટકમાં નવી સરકારના શપથ લીધા બાદ હવે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે. જણાવી દઈએ કે કોંગ્રેસ વતી પાંચ વખતના ધારાસભ્ય યુટી ખાદેર વિધાનસભા અધ્યક્ષ પદ માટે નામાંકન કર્યું છે. ખાદરની નોમિનેશન ફાઈલ કરતી વખતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ હાજર હતા. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક 24મી મેના રોજ યોજાશે, જેમાં યુટી ખાદેરની ઉમેદવારીની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

યુટી ખાદેર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે, તો તેઓ કર્ણાટક વિધાનસભાના પહેલા મુસ્લિમ સ્પીકર હશે. 2019-23 દરમિયાન, જ્યારે ભાજપ સત્તામાં હતો, યુટી ખાદેરે વિપક્ષના નેતાના નાયબ તરીકે સેવા આપી હતી. 1 ઓક્ટોબર, 1969ના રોજ જન્મેલા યુટી ખાદેર મેંગલુરુના પાંચ વખત ધારાસભ્ય છે અને જો તેઓ સ્પીકર બનશે તો તેઓ કર્ણાટક વિધાનસભાના સૌથી યુવા સ્પીકર હશે.

#Congress #India #Connect Gujarat #BeyondJustNews #Karnataka #nominated #MLA UT Khader #Speaker #youngest Speaker
Here are a few more articles:
Read the Next Article