/connect-gujarat/media/media_files/cMFYjQUkE1N1VQHTZ2bd.jpg)
ઇન્સ્ટાગ્રામ
બ્રિટનના રાજવી પરિવારની કેટ મિડલટને તેના કેન્સરની સારવાર અંગે અપડેટ આપી છે. કેટ મિડલટન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આમાં કેટે લખ્યું છે કે તે કીમોથેરાપી લઈ રહી છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તે સંપૂર્ણપણે ખતરાની બહાર નથી. સારવાર દરમિયાન તે સારા અને ખરાબ બંને દિવસો જોઈ રહી છે.કેટે એ પણ લખ્યું છે કે તે શનિવારે તેના પરિવાર સાથે ટ્રુપિંગ ધ કલર પરેડ ઇવેન્ટમાં હાજરી આપશે. તેમણે આગામી થોડા મહિનામાં જાહેરમાં કેટલીક રજૂઆત કરવાની આશા પણ વ્યક્ત કરી છે. આ પોસ્ટ સાથે કેટની એક નવી તસવીર પણ શેર કરવામાં આવી છે.
કેટ મિડલટને માર્ચમાં એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે તે કેન્સરને કારણે કીમોથેરાપી લઈ રહી છે. કેટ ગયા વર્ષે ડિસેમ્બરથી જાહેરમાં દેખાઈ નથી. તેના વિશે ઘણી ષડયંત્રની થિયરીઓ ચાલી રહી છે.