Connect Gujarat
દુનિયા

નેતાઓ PM મોદીથી ઈર્ષ્યા કરે છે, ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન

ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને શાસક નેતાઓ પર નિશાન સાધ્યું હતું વાત જાણે એમ છે

નેતાઓ PM મોદીથી ઈર્ષ્યા કરે છે, ઑસ્ટ્રેલિયાની સંસદમાં વિપક્ષ નેતાનું મોટું નિવેદન
X

ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને શાસક નેતાઓ પર નિશાન સાધ્યું હતું વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે હતા. આ પછી હવે ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના રાજનેતાઓ પીએમ મોદીથી ઈર્ષ્યા કરે છે. તેમણે કહ્યું કે તેઓ ઈર્ષ્યા કરે છે કે, તેમાંથી કોઈ પણ 20,000 લોકોને એકત્ર કરી શક્યું નથી અને તેમને 'મોદી-મોદી' જેવા નારા લગાવી શક્યા નથી. પીએમ મોદીની પ્રશંસા કરતા તેમણે ભારતીય સમુદાયના કામની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયન સંસદને સંબોધતા વિપક્ષના નેતા ડટને કહ્યું કે, બુધવારે એક અસાધારણ ઘટના બની. તેમણે કહ્યું કે,રાજનીતિની બંને બાજુથી ઘણા લોકો હાજર હતા. પરંતુ મેં આજે વડા પ્રધાનને કહ્યું હતું કે, ગઈ કાલે રાત્રે ત્યાંના દરેક રાજકારણી એ હકીકતથી ઈર્ષ્યા કરી રહ્યા હતા કે, તેઓ (પીએમ મોદી) વિશ્વના અન્ય ખૂણામાં પણ 20,000 લોકોને એકઠા કરવામાં અને તેમનું ઉપનામના નારા લગાવવામાં માટે સક્ષમ હતા. ખાસ કરીને આ ઈર્ષ્યા લેબર પાર્ટીના નેતાઓમાં હતી.

Next Story