Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા વચ્ચે લાગી શકે છે માર્શલ લો, વાંચો શું કહી રહ્યા છે રિપોર્ટ !

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન દેશમાં ચાલી રહેલા રાજકીય અરાજકતા દેશની સમસ્યામાં વધારો કર્યો છે

પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા વચ્ચે લાગી શકે છે માર્શલ લો, વાંચો શું કહી રહ્યા છે રિપોર્ટ !
X

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન દેશમાં ચાલી રહેલા રાજકીય અરાજકતા દેશની સમસ્યામાં વધારો કર્યો છે. આ બધા વચ્ચે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં માર્શલ લૉ લાગુ થઈ શકે છે.

પાકિસ્તાનના સાપ્તાહિક સમાચાર ધ ફ્રાઈડે ટાઈમ્સ માં પ્રકાશિત અહેવાલમાં માર્શલ લોની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલમાં ઉલ્લેખ પ્રમાણે કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે જેમાં અરાજકતા અને શાસન વચ્ચે એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. આ સ્થિતિમાં સેના આગળ આવે છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આગામી છ મહિના કે તેનાથી ઓછા સમયમાં માર્શલ લો તરફ આગળ વધી રહ્યું છે.રિપોર્ટમાં કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, 2018માં ઈમરાન ખાન ઈમાનદારી અને પારદર્શિતા ના નામે પાકિસ્તાન આવ્યા હતા.જોકે એપ્રિલ 2022માં તેમને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું.તેનું મુખ્ય કારણ રાજ્યમાં ફેલાયેલી આર્થિક અશાંતિ હતી. મોંઘવારી અને પાયાની સુવિધાઓ સામે ઝઝૂમી રહેલા લોકો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત નું કારણ બન્યા. જો કે, નવી સરકાર સત્તામાં આવ્યા પછી પણ સ્થિતિ એવી જ રહી અને પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરે સંકટ માં વધારો કર્યો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સત્તાની બહાર થયા પછી પણ ઈમરાન ખાનને જનતાનું સમર્થન છે. તાજેતરની સંસદની પેટાચૂંટણીઓ પરથી પણ આ વાત સ્પષ્ટ થાય છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) એ આઠમાંથી છ બેઠકો જીતી હતી, જ્યારે પીડીએમ ને માત્ર બે બેઠકો મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સત્તાથી દૂર થયા પછી પણ ઈમરાન ખાન ચૂપ નથી રહ્યા.તેઓ સતત લડી રહ્યા છે,રેલીઓ કરી રહ્યા છે અને હવે તેમણે આઝાદી માર્ચની પણ જાહેરાત કરી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે તો બીજી તરફ ઈમરાન ખાનની વધુ સક્રિયતા પણ દેશમાં રાજકીય અરાજકતા વધારી છે

Next Story