/connect-gujarat/media/media_files/2AxB5enYcEBbijfdpY2l.jpeg)
ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયાને દેશના 9માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. મંગળવારે ઈરાનની સંસદમાં પેઝેશ્કિયાનનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશોના નેતાઓએ ભાગ લીધો હતો.જ્યારે ભારતનું નેતૃત્વ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કર્યું હતું, જ્યારે પાકિસ્તાન તરફથી નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સમારોહમાં હાજરી આપી હતી.
5 જુલાઈના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પેઝેશ્કિયાને કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખ મતોથી હરાવ્યા હતા.19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ઈરાનમાં પ્રથમ તબક્કાનું મતદાન 28 મેના રોજ થયું હતું. આમાં કોઈપણ ઉમેદવાર 50% મત મેળવી શક્યા ન હતા, જે ચૂંટણી જીતવા માટે જરૂરી છે. જો કે, પેઝેશ્કિયાન 42.5% મતો સાથે પ્રથમ અને જલીલી 38.8% મતો સાથે બીજા ક્રમે આવ્યા હતા