શનિવારે ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. રશિયન મીડિયા આરટી ન્યૂઝ અનુસાર હેલિકોપ્ટર કામચટકા વિસ્તારમાં ક્રેશ થયું છે.
રશિયાનું MI-8T હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ગુમ થઈ ગયું હતું. મીડિયા અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર કામચટકા ક્ષેત્રમાં વચકાઝેટ્સ જ્વાળામુખીની નજીકની સાઇટથી 25 કિમી દૂર સ્થિત નિકોલેવકા તરફ ઉડ્યું હતું. તે મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગના પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું.હાલ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ કામગીરીમાં લાગેલી છે.ભારતીય સમય અનુસાર, હેલિકોપ્ટર શનિવારે સવારે 9.30 વાગ્યે બેઝ પર પરત ફરવાનું હતું, પરંતુ પાછું ન આવ્યું. ક્રૂ મેમ્બરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. આ પછી હેલિકોપ્ટરની શોધ માટે અન્ય એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું.