/connect-gujarat/media/media_files/2025/01/19/ClW0vmIHWpXdoINpvAsH.jpg)
નાઈજીરીયા દેશમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 70 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો જેના પગલે ભીષણ આગ લાગી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
નોર્થ-સેન્ટરમાં નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગને જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. જેના કારણે પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા ભૂંજાયા હતા. આગ નજીક ઉભેલા લોકોને પણ લપેટમાં લીધી હતી.