અમેરિકામાં ફરી એકવાર કોરોના મહામારીએ પકડ્યું જોર

દુનિયા | સમાચાર, અમેરિકામાં ફરી એકવાર કોરોના મહામારીએ જોર પકડ્યું છે. છેલ્લા બે વર્ષમાં દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે.

બનાસકાંઠા
New Update

અમેરિકામાં ફરી એકવાર કોરોના મહામારીએ જોર પકડ્યું છે. છેલ્લા બે વર્ષમાં દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના વેસ્ટવૉટર ડેશબૉર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. 

CDCએ કહ્યું કે હાલમાં અમેરિકામાં કોરોના મહામારીની મોટી લહેર ચાલી રહી છે. લોકોના ઘરમાંથી નીકળતા ગટરના પાણી પરથી આ વાત બહાર આવી છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં ગટરના પાણીમાં સૌથી વધુ વાયરલ એક્ટિવિટી જોવા મળી છે. સીડીસીએ જણાવ્યું હતું કે 10 ઓગસ્ટના રોજ લેવામાં આવેલા નમૂનામાં, વાયરલ પ્રવૃત્તિ 8.82 પર પહોંચી ગઈ છે, જે જુલાઈ 2022 ના 9.56 કરતા થોડી ઓછી છે. હાલમાં, અમેરિકામાં કોરોનાનું સ્તર શોધવા માટે ગટરનું પાણી એકમાત્ર રસ્તો છે.

સીડીસીએ કહ્યું કે કૉવિડનું સ્તર વધુ વધી શકે છે. મે મહિનામાં કૉવિડના વધારા દરમિયાન અમેરિકાની અંદર વાયરલ પ્રવૃત્તિ 1.36 હતી. સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. જોનાથન યોડેરે એક ઈમેલમાં જણાવ્યું હતું કે, 'હાલમાં, રાષ્ટ્રીય સ્તરે કૉવિડ-19 ગંદાપાણીની વાયરલ પ્રવૃત્તિનું સ્તર ખૂબ ઊંચું છે, 

#અમેરિકા #કોરોના
Here are a few more articles:
Read the Next Article