Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન : કરાચી જઈ રહેલી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં સર્જાય મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત, 163 ઘાયલ....

દુર્ઘટનામાં ટ્રેનના કેટલાક કોચ પણ પલટી ગયા હતા અને નજીક આવેલા એક તળાવમાં પડ્યા હતા

પાકિસ્તાન : કરાચી જઈ રહેલી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં સર્જાય મોટી ટ્રેન દુર્ઘટના, 25નાં મોત, 163 ઘાયલ....
X

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નબાવશાહ જિલ્લામાં રવિવારે બપોરે એક ટ્રેન દુર્ઘટનામાં 25 લોકોનાં મોત થયાં છે. જ્યારે 163થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 31ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. દુર્ઘટનામાં ટ્રેનના કેટલાક કોચ પણ પલટી ગયા હતા અને નજીક આવેલા એક તળાવમાં પડ્યા હતા.

અત્યાર સુધીમાં 25 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 31 લોકો ગંભીર રીતે ઘાયલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર - ભારે વરસાદને કારણે ટ્રેકને નુકસાન થયું હતું અને તેના કારણે આ અકસ્માત થયો હતો. લાહોરમાં મીડિયા સાથે વાત કરતા રેલવે અને ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદ રફીકે કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે 25 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હાલમાં ઈજાગ્રસ્તોના જીવ બચાવવાની પ્રાથમિકતા છે. આ પછી ઘટનાની તપાસ કરવામાં આવશે.

Next Story