New Update
/connect-gujarat/media/post_banners/79eb486bbb813ca6533dbb36fc08bf151c47189e1360f86cede317c9ef6556e3.webp)
પાકિસ્તાનના મુલતાનમાં એક ભંગારની દુકાનમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. વિસ્ફોટમાં એક બાળકનું મોત થયું હતું અને એક મહિલા સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ મુલ્તાનના તવકલ શહેરમાં એક જંક શોપમાં વિસ્ફોટ થયો હતો. એઆરવાય ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ઘાયલ લોકોને મુલ્તાનની નિશ્તાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકની ઓળખ અહેમદ અલી તરીકે થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.