/connect-gujarat/media/media_files/2025/03/17/OjgLinYrm1rOGYdzylFB.jpg)
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રવિવારે મોડી સાંજે ગ્વાદર કોસ્ટ ગાર્ડ પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં સુરક્ષા દળો અને હુમલો કરનારા લડવૈયાઓએ એકબીજા પર ગોળીબાર કર્યો. કેટલાક લડવૈયાઓ હથિયારો સાથે કોસ્ટ ગાર્ડમાં ઘૂસી ગયા અને ત્યાંથી હુમલો કર્યો.
હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ લડવૈયાઓ BLA સાથે સંકળાયેલા છે કે કોઈ અન્ય સંગઠનના સભ્યો છે.રવિવારે સવારે બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો હતો. આમાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.ક્વેટાથી તફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહનો પર નોશકી ખાતે હાઇવે નજીક હુમલો કરવામાં આવ્યો. BLA અનુસાર તેના મજીદ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો.