વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં નાસાઉ વેટરન્સ કોલેજિયમ પહોંચ્યા બાદ હજારો લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ પછી અમેરિકાનું રાષ્ટ્રગીત અને પછી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.આ પછી મોદીએ કહ્યું, "આપણું નમસ્તે મલ્ટીનેશનલ થઇ ગયું છે,
નેશનલથી ગ્લોબલ થઇ ગયું છે." મોદીએ કહ્યું, "જ્યારે હું સીએમ કે પીએમ ન હતો ત્યારે હું આ ધરતી પર ઘણા સવાલો લઈને આવતો હતો. હું કોઈ પણ પદ પર નહોતો ત્યારે અમેરિકાના 29 દેશોની મુલાકાત લીધી હતી."મોદીએ પ્રવાસી ભારતીયોને કહ્યું, "મેં હંમેશા તમારી ક્ષમતાને સમજી છે. જ્યારે મારી પાસે કોઈ પદ ન હતું ત્યારે પણ હું તેને સમજું છું, હું આજે પણ સમજું છું. તમે બધા હંમેશા મારા માટે ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. તેથી જ હું તમને બધાને રાષ્ટ્રીય રાજદૂતો બોલાવું છું." વડાપ્રધાન મોદીએ AIની નવી વ્યાખ્યા આપી. તેમણે કહ્યું, "એક એઆઈ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એક એઆઈ એટલે અમેરિકન ઇન્ડિયન."