PM મોદી ઓગસ્ટમાં યુક્રેનની લઈ શકે છે મુલાકાત,સમાચાર એજન્સીએ કર્યો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ મોદીની મુલાકાતને લઈને બંને દેશોની સરકારો વચ્ચે વાતચીત ચાલી રહી છે

New Update
a

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ મોદીની મુલાકાતને લઈને બંને દેશોની સરકારો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

 જો કે હજુ સુધી કોઈ દેશે સત્તાવાર જાહેરાત કરી નથી.જો પીએમ મોદી યુક્રેનની મુલાકાત લે છે, તો 1991માં યુક્રેન અલગ દેશ બન્યા બાદ ભારતીય પીએમની આ પ્રથમ મુલાકાત હશે.

 આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ 5 વર્ષ બાદ રશિયા ગયા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા.રિપોર્ટ અનુસાર યુક્રેન બાદ મોદી પોલેન્ડની પણ મુલાકાત લઈ શકે છે.

તેમની મુલાકાત 23-24 ઓગસ્ટ વચ્ચે થવાની શક્યતા છે. મોદીની આ મુલાકાત ત્યારે થશે જ્યારે યુક્રેન 24 ઓગસ્ટે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ દિવસે 1991માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થયું હતું.

Latest Stories