Connect Gujarat
દુનિયા

PM મોદી બે દિવસના ભૂટાનના પ્રવાસે, વિદેશી ધરતી પર કરાયું ભવ્ય સ્વાગત

PM મોદી બે દિવસીય પ્રવાસે ભૂટાન પહોંચ્યા છે. ભુતાનના PM શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું

PM મોદી બે દિવસના ભૂટાનના પ્રવાસે, વિદેશી ધરતી પર કરાયું ભવ્ય સ્વાગત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે ભૂટાન પહોંચ્યા છે. ભુતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. ટોબગેએ મોદીને કહ્યું, 'મારા મોટા ભાઈનું સ્વાગત' છે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.આ દરમિયાન ભૂટાનના લોકોનું કહેવું છે કે તેઓ મોદીની મુલાકાતથી ઘણા ખુશ છે. ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો પહેલાથી જ મજબૂત છે. મોદીની મુલાકાત તેને વધુ મજબૂત બનાવશે.ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PM મોદી 22-23 માર્ચે ભૂટાનમાં રહેશે. અગાઉ તેમની મુલાકાત 21-22 માર્ચે થવાની હતી. ભુટાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે તેને રદ કરવામાં આવી હતી.PM મોદી ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેના આમંત્રણ પર ભૂટાન પહોંચ્યા છે. વડાપ્રધાન ટોબગે 5 દિવસ (14-18 માર્ચ) માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોદીને ભૂટાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

Next Story