/connect-gujarat/media/post_banners/c91d6dbe722f80a37be0a06a4538c48d9f13d70d2722bc78e3cb5e12517b1205.webp)
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ક્યારેક પોતાની વિચિત્ર હરકતો અને જવાબોને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાય છે. ઘણા પ્રસંગોએ અમેરિકાની વિપક્ષી રિપબ્લિકન પાર્ટીએ જો બાઈડન પર આ મુદ્દાથી ભટકી જવાનો અને ચર્ચાની વચ્ચે સૂઈ જવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે જો બાઈડન ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમને અમેરિકન બેંકોની સ્થિતિ વિશે પૂછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારે તેઓ અચાનક સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા.
સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબવાના મુદ્દા પર સરકારનો પક્ષ રજૂ કરવા માટે બાઈડેન આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન કેટલાક પત્રકારે તેમને પૂછ્યું કે શું તમે અમેરિકનોને ખાતરી આપી શકો છો કે બેંક ડૂબવાની ઘટનાઓની કોઈ વિપરીત અસર નહીં થાય? અને અમેરિકામાં બીજી કોઈ બેંક પડી શકે ખરી? જો કે આ દરમિયાન જો બાઈડન પોડિયમ પરથી પાછળ હટી ગયા અને પત્રકારોની અવગણના કરીને કોઈ જવાબ આપ્યા વિના રૂમમાં ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.