/connect-gujarat/media/post_banners/9fc0735ca916b76b17d893185610d0bcd4a6909801f386c39bb51b9f71d95f4c.webp)
G20 સમિટ માટે ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક થઈ હતી. સમિટના પ્રથમ દિવસે બંને ટોચના નેતાઓએ એકબીજા સાથે વાતચીત કરી હતી. ભારતમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 17માં G20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં છે. આ સમિટનું આયોજન બાલીની કેમ્પીસાંકી હોટલમાં કરવામાં આવ્યું છે.
G20 એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. G20 ના વર્તમાન અધ્યક્ષ ઇન્ડોનેશિયા છે. ભારત 1 ડિસેમ્બરે આ શક્તિશાળી જૂથનું અધ્યક્ષપદ સંભાળવા જઈ રહ્યું છે.