બ્રિટનના એશિયન અમીરોની યાદીમાં ઋષિ સુનક અને અક્ષતા 17મા નંબરે, જાણો કયો ભારતીય પરિવાર ટોપ પર છે?

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને બ્રિટનમાં 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સામેલ કરવામાં આવ્યા છે.

New Update
બ્રિટનના એશિયન અમીરોની યાદીમાં ઋષિ સુનક અને અક્ષતા 17મા નંબરે, જાણો કયો ભારતીય પરિવાર ટોપ પર છે?

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને બ્રિટનમાં 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સૌથી ઉપર હિન્દુજા પરિવારનું નામ છે. સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિ આશરે £790 મિલિયનની અંદાજિત નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે. જણાવી દઈએ કે અક્ષતા મૂર્તિ ભારતીય આઈટી દિગ્ગજ ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમૂર્તિની પુત્રી છે. ઋષિ સુનકે 25 ઓક્ટોબરે બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. સાત સપ્તાહ અગાઉ તેઓ બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સામે હારી ગયા હતા. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી રાજકારણી બનેલા અને 42 વર્ષીય બ્રિટિશ પીએમ સુનક છેલ્લા 210 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન છે. તેઓ બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન પણ છે.

Latest Stories